એસ્ટ્રોલોજી
જ્યોતિષ શાસ્ત્ર (શનિદેવ
સાડા-સાતી)
મનુષ્યના જીવનમાં જન્મકુંડળી એક મહત્વનું માધ્યમ છે.
દરેક જનજીવન માં જન્મકુંડળી ૧૨ ઘર ( સ્થાન ) માં વહેંચાયેલી છે. જીવનમાં પરિવર્તન ગ્રહો ના આધારે બદલાય છે.તેમાં
સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ મુખ્ય ગ્રહો આવેલા છે.
આપણા પોતાના જન્મ નું સ્થાન આવેલું છે. તે ચંદ્ર ને આધારિત હોય છે. જન્મ કુંડળી માં શનિ ગ્રહ નો એક મહત્વનો ફળો છે. જન્મસ્થાન માં ચંદ્ર હોય તે પોતાનું જન્મસ્થાન ગણાય છે. બધા ગ્રહો સમય પ્રમાણે સ્થાન બદલતા હોય છે.
શ્રી શનિ દેવ મહારાજ- શનિ ગ્રહ ના અધિપતિ છે.
શનિ ગ્રહ જન્મ કુંડળી માં રહેલા ૧૨ ઘર માં દર અઢી વર્ષે એક સ્થાન બદલે છે.
જયારે જન્મસ્થાન માં શનિ મહારાજ બિરાજ માન થાય, તેના પેહલા અઢી વર્ષ
( પ્રથમ ચરણ ). જન્મસ્થાન ના અઢી વર્ષ ( દ્વિતીય ચરણ ) અને જન્મસ્થાન પછી ના અઢી વર્ષ ( ત્તૃતીય ચરણ ) માં શનિ ગ્રહ ની અસર જોવા મળે છે.
તેને સાડાસાતી પનોતી તરીકે ઓળખાય છે.
સૌ પ્રથમ શનિ મહારાજ પ્રથમ ચરણ માં પ્રવશે ત્યારે પ્રથમ અઢી વર્ષ મનુષ્યે પોતાના જીવન માં સારા-નરસા કર્યો કર્યા હોય તેના ફળ રૂપે તેમને શિક્ષાત્મક દંડ સ્વરૂપે સચેત કરે છે.
શ્રી શનિ મહારાજ એ દયાળુ અને સાચા ન્યાય ના અધિપતિ છે.
શ્રી શનિ મહારાજ આ સાડાસાત વર્ષ દરમયાન
પ્રથમ ચરણ થી અલગ-અલગ વાહન પર બિરાજ માન થઇ મનુષ્ય ના જીવન માં કરેલા કર્યા ને ધ્યાન માં લઈને તને સારા કાર્યો કરવા સતેજ કરે છે અને તેનું ફળ આપે છે.દર છ માસે શ્રી શનિ દેવ મહારાજ અલગ અલગ વાહન ઉપર સવારી કરી દરેક ના જીવન માં પ્રવેશે છે.
પ્રથમ છ માસ
પ્રથમ છ માસ માં શ્રી શનિ દેવ મહારાજ પાડા ઉપર સવારી કરી ને પ્રગટ થાય છે. મનુષ્ય ના જીવન માં ભય નો માહોલ પેદા કરે છે. તે સમય તે પોતે પોતાના કરેલા કર્યો માટે અસ્તવ્યસ્ત થાય છે. તને ખરા- નરસા કરેલા કર્યો નો અહેસાસ કરાવે છે.
પૂજા વિધિ
આ સમય પીડિત વ્યક્તિ એ સવારે શનિ યંત્ર ની પૂજા કરવી, શનિ માળા, દર શનિવારે શનિ દેવ ને સરસવ નું તેલ (કાળા તલ અને કાળા અડદ) ચડાવવું. છ માસ દરમ્યાન શનિદેવ ની અભિષેક પૂજા કરાવવી, અને ઘર અને ધંધા ના દરવાજે ઘોડા ની નાળ (સિદ્ધ કરેલી) લગાવવી.
બીજા છ માસ
બીજા છ માસ માં શનિ મહારાજ ગીધ ઉપર સવારી કરીને પ્રગટ થાય છે. તે સમય શનિ મહારાજ ની પૂજા અર્ચન ન કરનાર ને અતિ પીડા આપે છે. ગીધ જેમ મૃત શરીર માંથી અવયવ બહાર કાઢે તેવી પીડા પેદા થાય છે. પ્રથમ છ માસ દરમયાન શનિ દેવ ની પૂજા અર્ચન કરનાર ને પ્રસન્ન થઇ ને પીડા ને હળવી કરે છે.
પૂજા વિધિ
આ સમયે પીડિત વ્યક્તિ એ સવારે શનિ યંત્ર ની પૂજા કરી, શનિ માળા,દર શનિવારે શનિ દેવ ને સરસવ નું તેલ (કાળા તલ અને કાળા અડદ) ચડાવવું અને દીવા પ્રગટાવી પીપળા ની પૂજા કરવી. કુતરા ગાયને રોટલી નાખવી.
આ સમય દરમયાન શનિદેવ ની અભિષેક પૂજા કરાવવી, અને ઘર અને ધંધા ના દરવાજે ઘોડા ની નાળ (સિદ્ધ કરેલી) લગાવવી.
આ કરનાર વ્યક્તિ ને શનિ મહારાજ આ પીડા માંથી મુક્તિ આપે છે.
ત્રીજા છ માસ
ત્રીજા છ માસ માં શ્રી શનિ દેવ મહારાજ ભેંસ ઉપર સવારી કરી પ્રગટ થાય છે. તે સમય એ ખોટા કરેલા કાર્યો નો એહસાસ કરાવીને તેને બધા થી દૂર રાખે છે. ખોટા ધંધા માં નડતા વ્યક્તિઓ થી દુર રાખે છે અને શાંતિ સ્થાપવા પ્રયાસ કરે છે.
પૂજા વિધિપૂજા વિધિ
ત્રીજા છમાસ માં શનિયંત્ર પૂજા, શનિ માળા, સૂર્ય દેવ ને જળ ચડાવવું, ચકલા ને દાણા નાખવા, કુટુંબ માં પતિ,પત્ની, બાળકો ને પ્રેમ કરવો, દર શનિવારે તેલ (સરસવ,અડદ,કાળા તલ) ચડાવીને દર્શન કરવા આ કરવા થી ઘર ધંધા નો ક્લેશ દૂર કરાવે છે, અને મન ને શાંતિ આપે છે.
ચોથા છ માસ
ચોથા છ માસમાં શ્રી શનિ દેવ મહારાજ કાગડા ઉપર સવારી કરી પ્રગટ થાય છે. તે સમય એ પીડિત વ્યક્તિ ને ચેતના આપે છે. ચકોર અને ચેતનવંતા બનાવે છે. બીજી ખરાબ વ્યક્તિ થી અલગ રેહવાની પ્રેરણા પેદા કરે છે. અને તેના જીવન માં પોતાની જ વિચાર સરણી પેદા કરે છે.
પૂજા વિધિ
સવારે શનિયંત્રની પૂજા, શનિમાળા, ગાય અને કુતરા ને રોટલી નાખવી. દર શનિવારે તેલ (સરસવ,અડદ,કાળા તલ) ચડાવીને દર્શન કરવા, કુટુંબ ના વ્યક્તિઓ ને કામમાં સાથે રાખવા પ્રેરિત કરે છે.
પાંચમા છ માસ
પાંચમા છ માસ માં શ્રી શનિ દેવ મહારાજ શ્વાન ઉપર સવારી કરી પ્રગટ થાય છે. તે સમય એ પીડિત વ્યક્તિ ને પોતાના ઘર ના વ્યક્તિ ઓ સાથે રહેવાની પ્રેરણા આપે છે. પોતાના જીવન માં આજીવિકા પ્રત્યે તેને ધ્યાન રાખવા માટેના કામ માં પરોવે છે.
પૂજા વિધિ
સવારે શનિયંત્રની પૂજા, શનિમાળા,ગાય અને કુતરા ને રોટલી નાખવી, દરશનિવારે તેલ (સરસવ,અડદ,કાળા તલ) ચડાવીને દર્શન કરવા, અભિષેક પૂજા કરવી,કુટુંબ ની વ્યક્તિ ઓ સાથે મેળાવડો કરી હનુમાન-શનિ ચાલીસ કરવી, પીપળાને દીવો કરી જળ ચડાવવું.
છઠ્ઠા છ માસ
છઠ્ઠા છ માસ માં શ્રી શનિ દેવ મહરાજ ગધેડા ઉપર સવારી કરી પ્રગટ થાય છે. આ સમય દરેક પીડિત વ્યક્તિ ને ધંધા નો,કુટુંબ ના વ્યક્તિ ની જવાદારી વહન કરવા માટે અને તમને વિકાસ માં ધ્યાન રાખવા પ્રેરિત કરે છે. કુટુંબનો પ્રેમ વધારે છે. સંયુક્ત કુટુંબકમ ની ભાવના પેદા કરે છે.
પૂજા વિધિ
સવારે શનિ યંત્રની પૂજા,શનિ માળા, શનિવારે ગાય અને કુતરા ને રોટલી નાખવી, દર શનિવારે તેલ (સરસવ,અડદ,કાળા તલ) ચડાવીને દર્શન કરવા, અભિષેકપૂજા કરવી, સૂર્યદેવ ને જળ ચડાવવુ, શનિવારે કુટુંબ ની વ્યક્તિ ઓ સાથે શનિદેવ અને હનુમાનજી ના દર્શન કરવા, શનિવારે શનિ ચાલીસા, નાના બાળકો ને ચોકલૅટ - બિસ્કિટ વહેંચવા, આ પૂજા કરવાથી આપણા જીવન માં કૌટુંબિક શાંતિ પેદા કરે છે, અને કુટુંબ નો પ્રેમ મેળવે છે.
સાતમા છ માસ
સાતમા છ માસ માં શ્રી શનિ દેવ મહારાજ શિયાળ ઉપર સવારી કરી પ્રગટ થાય છે. આ સમયે પીડિત વ્યક્તિ સ્વતંત્ર જીવન જીવવા અને ચાણક્ય બુદ્ધિ થી પોતાની આજીવિકા માં ધ્યાન મગ્ન કરાવે છે, ધંધા અને સમાજ ના દુષણો થી દૂર રાખે છે.
પૂજા વિધિ
સવારે શનિ યંત્ર ની પૂજા, શનિ માળા, શનિવારે તેલ (સરસવ,અડદ,કાળા તલ) ચડાવીને દર્શન કરવા, છ માસ દરમ્યાન અભિષેક પૂજા કરવી, ગાય અને કુતરા ને રોટલી નાખવી, કાળા કપડાં માં મગ,તલ, અડદ બાંધી ગરીબો ને દાન કરવું.
શનિ ચાલીસ, હનુમાન ચાલીસા કરવી. આ પૂજા વિધિ કરવા થી કુટુંબ નો પ્રેમ, ધંધાકિય સુઝ, અને સમાજ માં નામના થવા પામે છે.
આઠમા છ માસ
આઠમાં છ માસ માં શ્રી શનિ દેવ મહારાજ ચિત્તા ઉપર સવારી કરી પ્રગટ થાય છે.
આ સમયે પીડિત વ્યક્તિ ને ધંધા નો વિકાસ, કુટુંબ માં અને સમાજ માં ઉચ્ચ સ્થાન મળે તેવી શક્તિ પેદા કરાવે છે.
પૂજા વિધિ
આ સમય દરમિયાન અભિષેક પૂજા, શનિ આરતી, પીપળા ને જળ ચડાવવું, શક્તિ પ્રમાણે બાળકો-ગરીબો ને ભોજન કરાવવું, મંદિર માં પ્રસાદ રૂપે દાન કરવું, છ માસ માં એક વાર હનુમાન ચાલીસા, હવન પૂજા કરાવવી.
નવમા છ માસ
નવમા છ માસ માં શ્રી શનિ દેવ મહારાજ સિંહ ઉપર સવારી કરી પ્રગટ થાય છે. અને પીડિત વ્યક્તિ ને સમાજ-કુટુંબ, ધંધા માં સારા કાર્યો કરવા માટે ની શક્તિ આપે છે. મજબૂત મન થી કાર્યો કરાવી અને એક આગવું સ્થાન અપાવે છે.
પૂજા વિધિ
હવનપૂજા, અભિષેકપૂજા, બાળકો-મહિલા ઓ ને નાના-નાના જમણવાર કરવા,મંદિર માં પ્રસાદ વહેંચવો. શનિ ચાલીસા, હનુમાન ચાલીસા, સંત સમારોહ માં ભેટ અર્પણ કરી સંતોના આશીર્વાદ લેવા.
દસમા છ માસ
દસમા છ માસ માં શ્રી શનિ દેવ મહારાજ હરણ ઉપર સવારી કરી પ્રગટ થાય છે. આ સમય એ પીડિત વ્યક્તિ ને ઝૂંડ માં રહેવાનું પસંદ કરાવે છે. પોતાના સમાજ, કુટુંબ માં સાથે રહીને સુંદર જનજીવન જીવવા માટે પ્રેરિત કરે છે. પીડિત ને હરણ ફાળે આગળ ધપાવે છે.
પૂજા વિધિ
હવન પૂજા, અભિષેક પૂજા, સાધુ સંતો ને દાન, પક્ષી ઓ ને દાણા, મફત ભોજન, શનિ દેવ ની પૂજા આરતી,પ્રસાદ રૂપે પ્રેમ ની વહેંચણી કરવી. આમ કરવા થી મનુષ્ય ના જીવન માં હરણ ફાળે વિકાસ થાય છે.
અગિયારમા છ માસ
અગિયારમા છ માસ માં શ્રી શનિદેવ મહારાજ હંસ ઉપર સવારી કરી પ્રગટ થાય છે.આ દરમ્યાન પીડિત વ્યક્તિ ને સુંદર જીવન જીવવા પ્રેરિત કરે છે. પોતાના કુટુંબ પ્રત્યે પ્રેમ, બાળકો ને પોતાની સાથે રાખી સુખમય જીવન જીવવા સંદેશ આપે છે. જેમ હંસ પોતાના કુટુંબ સાથે સુંદર સરોવર માં સફર કરે છે, તેમ પીડિત વ્યક્તિ ને જીવન જીવવા પ્રેરે છે. મન ને શાંતિ અપાવે છે.
પૂજા વિધિ
હવન પૂજા, અભિષેક પૂજા, ખેડૂત સમ્મેલન, મહિલા બાળકો નું સમ્મેલન, સાધુસંતો સમ્મેલન કરાવવા, શનિઅમાવસ્યા, શનિજ્યંતી, હનુમાનજ્યંતી, અખાત્રીજ, રામનવમી, જેવા તહેવારો ના આયોજનમાં ભાગીદાર થવાથી પોતાનું સુખમય જીવન બને છે, બીજા પ્રત્યે ની પ્રેમ ની ભાવના પેદા કરે છે.
બારમા છ માસ
બારમા છ માસ દરમયાન શ્રી શનિ દેવ મહારાજ ઘોડા ઉપર સવારી કરી પ્રગટ થાય છે. પીડિત વ્યક્તિ ને રાજા ની જેમ પ્રતિષ્ઠા મેળવવા પ્રેરે છે. વિદેશ પ્રવાસ કરાવે છે, અને તેને ધંધા રોજગાર, સમાજ માં પ્રતિષ્ઠીત સ્થાન પ્રાપ્ત કરાવે છે.
પૂજા વિધિ
અભિષેક મહાઆરતી, અભિષેક પૂજા, પક્ષીદાણા નું દાન, પશુ ઘાસ ચારો, નાના કૂપોષિત બાળકોને પોષ્ટીક ખોરાક આપવો, મહિલાઓને સમતુલિત આહાર આપવો, નિઃસહાય પીડિત મહિલાઓ જવી કે વિધવા, ત્યક્તા,એકલી દીકરી ઓ ની માતા અને વિકલાંગ ને ખાનગી માં રાશનકીટ (નારાયણ સેવા). ભૂકંપ, પૂર ગ્રસ્ત આપત્તિ માં પીડિત લોકો ને સહાય કરવા માટે દાન પુણ્ય કરવા.
તેરમા છ માસ
તેરમા છ માસ સાડા સાતી ના છેલ્લા ચરણ ના અંતે શ્રી શનિ દેવ મહારાજ મોર ઉપર સવારી કરી પ્રગટ થાય છે. પીડિત વ્યક્તિ ના જીવન ને સોળે કળાયે ખીલવે છે. અતિશય માન મોભો અને તમને જીવન માં સુખ સંપત્તિ આપે છે.
પૂજા વિધિ
ધાર્મિક પ્રસંગો કરવા, ગરીબો ને દાન, મહિલા-બાળકો ના વિકાસ કાર્યો માં ફાળો આપવો, ધાર્મિક સ્થાન ના વિકાસ કર્યો માં સહભાગી થવું, જીવદયા રાખવી, પશુ, પક્ષી ઓ પ્રત્ય પ્રેમ આદર રાખી, તેમને પૌષ્ટીક ખોરાક મળે અને તેમને જીવન માં હર્ષોલ્લાસ આવે તેવા કાર્યો કરવા.
આથી શનિ દેવ મહારાજ સાડાસાતી પનોતી સમય દરમિયાન બધાની ત્રણે ચરણ માં થી સફળતા પૂર્વક પસાર થનાર વ્યક્તિને તેના જીવન ને તેજોમય બનાવે છે. તેને તેના ધંધા-રોજગાર, કુટુંબ, સમાજ માં પ્રથમ સ્થાને રાખે છે.
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી શનિદેવ મહારાજ દરેક ના જીવનમાં હર્ષોલ્લાસ લાવે તેવી અમો ર્હદયથી પ્રાર્થના
કરીયે છીએ.
કોઈ પણ જ્ઞાતી-જાતી નો ભેદભાવ રાખવામાં આવતો નથી.