શનિદેવ પૂજા વીધિ
અભિષેક પૂજા
શનિ એવા દેવ છે, જે માનવ જીવન માં દરેક ને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. વ્યક્તિના જીવન માં શનિ ની દુર્દશા થાય, તેમજ શનિ અશુભ સ્થાન માં બેઠા હોય તો તેમણે જીવન માં ઘણી સમસ્યા ઓ નો સામનો કરવો પડે છે. આવા સમયે વ્યક્તિ નથી ઈચ્છતી કે શ્રી શનિદેવ તેમના થી નારાજ થાય. આ સમયે દરેક વ્યક્તિ શનિદેવ મહારાજ ને પ્રસન્ન કરવા , તેમના આશિર્વાદ મેળવવા યથા શક્તિ પ્રમાણે નાની મોટી પૂજા વિધી કરે છે.
શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે દર શનિવારે શનિદેવ અને હનુમાનજી ને સરસવ ના તેલ નો દીવો , કાળા તલ , કાળા અડદ વગેરે ચડાવવાનો ઉલ્લેખ છે. અભિષેક પૂજા માં શનિ મહારાજની મુર્તિ અને યંત્ર ઉપર ૧૦૮ વખત શનિમંત્ર બોલી સરસવ ના તેલ નો અભિષેક કરવા થી શનિદેવ મહારાજ ખુબજ પ્રસન્ન થાય છે.
સાડા-સાતી પનોતી ચાલતી હોય તે વખતે કાળી ગાયમાતાને બુંદી ના ચાર લાડુ ખવડાવી , પ્રદક્ષિણા કરી ગાયમાતા ની પૂજા કરવી, કુતરા ને શનિવારે રોટલી ખવડાવવી, શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવ ના તેલનો દીવો પ્રગટાવી ગોળ નો પ્રસાદ અર્પણ કરવો.
શનિવારે શનિ યંત્રની મંત્રો દ્વારા પૂજા અર્ચના કરી, ૧૧ વખત શનિમાળા કરવા થી વ્યક્તિ સાડા-સાતી ની દુર્દશા માં થી મુક્ત થાય, તેવો શાસ્ત્રો માં ઉલ્લેખ કરવા માં આવેલ છે.
ઉપરોક્ત જણાવેલ પૂજા અર્ચના વ્યક્તિ એ સાડા-સાતી ના સમય દરમ્યાન દર શનિવારે સાંજના સમયે કરવા થી શ્રી શનિમહારાજ પ્રસન્ન થઈ આશિર્વાદ રૂપે વ્યક્તિ ના જીવન માં પરિવર્તન લાવી તેને રંક માં થી રાજા બનાવે છે.
ઘોડાની નાળ નું મહત્વ
શ્રી શનિદેવ મહારાજ ની સાડા-સાતી ના સમયે ઘોડા ની નાળ નું ખુબજ મહત્વ રહેલું છે . શાસ્ત્રો માં ઉલ્લેખ છે કે નાળ ને શનિ આમવસ્યા ના દિવસે અથવા શનિ જયંતિ ના દિવસે બ્રાહ્મણો હસ્તક ૨૩૦૦૦ વૈદિક મંત્રો દ્વારા સિદ્ધ કરી શનિવારે સિદ્ધિ યોગ એટલે કે પુષ્ય રોહિણી નક્ષત્ર માં વ્યવસાય કે ઘર ના દ્વાર પર ઉલ્ટી લગાવવા થી તંત્ર-મંત્ર શક્તિ ઓનો પ્રવેશ થતો નથી. ઘોડા ની નાળ ને વ્યવસાય ઉપર લોકોની ની નજર સામે રાખવા થી વ્યાપાર માં વૃધ્ધિ થાય છે. ઘોડા ની નાળ ને મુખ્ય દ્વાર પર સીધી લગાવવા થી ઘર માં દેવીય શક્તિઓ નો પ્રવેશ થાય છે.
ઘોડા ની નાળ ને કાળા વસ્ત્ર માં લપેટી ને તિજોરી માં મૂકવા થી વ્યક્તિના જીવન માં ધન ની કમી રહેતી નથી. ઘોડા ની નાળ ને કાળા વસ્ત્ર માં લપેટી ને ઘરના ભંડાર કક્ષ માં મૂકવા થી ભંડાર ભરેલા રહે છે.
ઘોડા ની નાળ થી વાસ્તુ દોષ નો અશુભ પ્રભાવ સમાપ્ત થાય છે. ઘર માં ઘોડા ની નાળ સ્થાપિત કરવા થી ઘર ની વ્યક્તિઓ ને સારું સ્વાસ્થય શાંતિ અને સમૃધ્ધિ મળે છે.
શનિયંત્ર તેમજ શનિમાળા
વ્યક્તિ સાડા-સાતી સમયે દર શનિવારે શનિ યંત્ર ની મંત્રો દ્વારા પૂજા અર્ચના કરી, ૧૧ વખત શનિમાળા કરવા થી શનિમહારાજ પ્રસન્ન થઈ આશિર્વાદ આપે છે.
શનિ નજર ગુડિયા
નજર ગુડિયા નું આખા વિશ્વના જુદા જુદા દેશો, રાજ્યો તેમજ જુદા જુદા ધર્મો માં મહત્વ નું સ્થાન છે. ગુડિયા ને ઘર ના દરવાજાની અંદર ઉપર ના ભાગે ઉલ્ટી રીતે લટકાવવાથી ઘર માં આવનાર -જનાર કોઈપણ વ્યક્તિની બુરી નજર થી બચાવે છે. નજર ગુડિયા થી દરેક વ્યક્તિ ના ઘર માં શાંતિ, પવિત્રતા અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
શનિ હવન પૂજા
હવન એટલે યજ્ઞ કરવા નું અનોખુ મહત્વ. આપના શાસ્ત્રોમાં ઋષિમુનિઓ હિન્દુ ધર્મ માં મંત્રોચ્ચાર દ્વારા અગ્નિ દેવ ની સાક્ષી એ આશ્રમો નું વાતાવરણ શુદ્ધ કરવા તેમજ દેવતાઓ નું આહ્વાહન કરવા હવન દ્વારા નાના-મોટા યગ્નો નું આયોજનો કરતા. હિન્દુ ધર્મ માં હવન ને મંત્રોચ્ચાર દ્વારા અગ્નિકુંડ માં કપૂર, લવિંગ, ગાય નું છાણું , કાળા તલ, ગાયનું ઘી, ચંદન નું લાકડું, જેવા અનેક પદાર્થોની આહુતિ આપવા માં આવે છે.
હવન એ પવિત્ર અગ્નિ નું નાનું સ્વરૂપ છે, અગ્નિકુંડ માં મંત્રો અને જાપ બ્રાહ્મણો દ્વારા કરવા માં આવેલ હવન માં ‘સ્વાહા’ શબ્દ નું ખુબજ મહત્વ રહેલું છે , આ સ્વાહા ના પ્રભાવ થી અગ્નિદેવ ને યજ્ઞ માં શક્તિ મળે છે. શાસ્ત્રો માં કહેવાયું છે કે ‘સ્વાહા’ ના ઉચ્ચારણ થી અર્પિત કરેલ યજ્ઞ ની સામગ્રી દેવો સ્વિકારે છે.
‘ૐ સ્વાહા ‘ના ઉચ્ચારણ ના પ્રથમ ‘ૐ’ માં રાજ, સત અને તમ એ ત્રણ અર્થ છુપાયેલા છે.
શ્રી શનિં મહારાજ ની સાડા-સાતી દરમ્યાન અઢી -અઢી વર્ષ ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ચરણ માં વ્યક્તિ એ શનિ મહારાજ ને હવન, અને અન્ય પૂજા અર્ચના દ્વારા પ્રસન્ન કરવા માં આવે છે. આમ હવન કરવા થી શ્રી શનિદેવ મહારાજ દરેક વ્યક્તિ ને જીવન માં કૌટુંબિક સુખ- સમૃધ્ધિ , શાંતિ અને નોકરી ધંધા માં વૃધ્ધિ આપે છે.
આમ સનાતન ધર્મ માં ‘હવન’ એ મહત્વ નું માધ્યમ છે. જે વ્યક્તિ ગ્રહદોષ થી પરેશાન હોય, તેને ગ્રહો ની શાંતિ માટે બ્રાહ્મણો દ્વારા શુધ્ધ મંત્રો દ્વારા હવન કરાવવા નો શસ્ત્રો માં ઉલ્લેખ છે.
આમ શનિમહારાજ ની પૂજા અર્ચના કરવા અને હવન પૂજા કરવા થી વ્યક્તિ ને દેવા માં થી મુક્તિ , કોર્ટ કચેરી ના કેસોમો થી મુક્તિ, કુટુંબ અને સમાજ માં થયેલ ડામા- ડોળ પરિસ્થિતી માં થી મુક્તિ આપે છે. વ્યક્તિ માં ભક્તિભાવ , દયાભાવ તેમજ આધ્યાત્મિક ભાવ ઉત્ત્પન્ન થાય છે.
શનિ જયંતિ મહા પુજા
શ્રી શનિ દેવ મહારાજ કોઈપણ વ્યક્તિના જીવનમાં 30 વર્ષે એક વખત જન્મ સ્થાનમાં અચુક આવે છે, અને દરેકના આ સમય દરમ્યાન કરેલા સારા-નરસા કર્યો ઉપર દ્રષ્ટિ નાખે છે. આ કાર્યો ફરીથી નહિ કરવા તેને સચેત કરે છે.અને તેના જીવનમાં પરિવર્તન લાવવા પૂજા-અર્ચના કરવા માટે હિંદુ ધર્મમાં અલગ અલગ પૂજા દર્શાવેલી છે. સાડા-સાતી દરમ્યાન વ્યક્તિ જણાવેલ સમય સર પૂજા અર્ચના કરે છે. તેના ઉપર શ્રી શનિદેવ મહારાજ બધા કરેલા કાર્યો નું શુભ ફળ આપે છે. સાડા -સાતી ના ત્રણ ચરણમાં શનિદેવ ની દર અઢી વર્ષે હવનપૂજા કરવા થી શ્રી શનિદેવ મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે.
વ્યક્તિને સાડે-સાતી દરમ્યાન શનિ અમાવસ્યા અને શનિ જયંતિ ના દિવસે શનિ મહાપૂજા કરવા થી તે વ્યક્તિ ના કુટુંબ, સમાજ અને વ્યવસાય માં સર્વોચ્ચ સ્થાન અપાવે છે. રંક માં થી રાજા બનાવે છે .
BOOK BEFORE 3 MONTH
Rs. 31000.00 ( INVITE WITH FAMILY WITH BHOJAN )
શનિ જયંતિ મહા પુજા
દર શનિવારે પીપળા નીચે ધૂપ-દીવો કરી જળ ચડાવવાથી બધા જ દેવો આશિર્વાદ આપે છે, પીપળા ના ઝાડમાં શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે.અને જીવન માં ઘર અને વ્યવસાયમાં એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. કુટુંબ ની વ્યક્તિ ઓ માં હર્સોલ્લાસ આપે છે.
દાન પુણ્ય
વ્યક્તિ ના જીવનમાં દાન પુણ્યનું એક અગત્ય નું મહત્વ છે. દરેક વ્યક્તિ એ તેના જીવન માં યથાશક્તિ પ્રમાણે કરેલ દાન પુણ્ય નું અનેક ગણું ફળ મળે છે. સડા-સાતી , તેમજ ગ્રહ દોષ થી પરેશાન વ્યક્તિ એ નિઃસહાયો ને કપડાં. લોખંડ ની ચીજવસ્તુઓ , અનાજ કરિયાણા નું દાન કરવાથી અનેક ગણું ફળ મળે છે.
આ શિવાય પક્ષીદાણા, ગૌશાળામાં ગાસચારો, ધાત્રી-માતા ઓ તેમજ કુઃપોષિત બાળકો ને પૌષ્ટિક ખોરાક નું વિતરણ, નિઃસહાય વ્યક્તિ ઓને અન્નદાન કરવું તે હિન્દુ શાસ્ત્રો માં દર્શાવેલ છે.
આમ સાડા-સાતી દરમિયાન કરવા માં આવેલ દાનપુણ્ય થી વ્યક્તિને શ્રી શનિદેવ મહારાજ અશુભ પ્રભાવો માં થી મુક્ત કરી તેના જીવન માં સુખ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે.